હિસહાઈનેસ હિમાલય -6 ( કિબ્બર-કોમીક- હિક્કીમ)

વિચારો સમતા ગયા અને કાંઈક અંદર અનુભવ થયો, જખ્મ પર રુઝ આવતી હોય ત્યારે થતા આનંદ કે શાંતી જેવો અનુભવ. મગજ તો પેદા નથી કરતુ ને આ ભ્રમ? તે તાત્કાલીક ચકાસી લીધુ. સ્વભાવે નાસ્તીક ખરોને. પછી આનંદ વધતો ગયો..ખોવાયો એ શાંતીમાં. દસેક મીનીટ થઈ હશે ત્યા કોઇનો ખોંખારો ખાવાનો અવાજ આવ્યો તો આંખો ખોલી, સામે જે લઈ આવેલા તે ઉભા હતા, હસીને કહે સત મીલા કિ નહિ?’ હુ ઉભો થયો ને કહ્યુ પતા નહિ, શાયદ

37 kaza

વિશ્વના બીજા સૌથી ઉંચા આવેલા ગામ કિબ્બરમાં હિમાલયની પર્વતમાળામાંથી તાજી આવતી હવાને ફેંફસામાં ભરવાની કોશીષ દરમ્યાન સારથીએ પાછળથી ખેંચી લીધેલો ફોટૉ.

ખુશનુમાં માહોલમાં રવીવારની સવારે અમે કાઝાથી નિકળી પડ્યા, કુલ ચાર આજુબાજુમાંજ આવેલા સ્થળોએ ફરવા જવા માટે. અમારુ પ્રથમ ડૅસ્ટીનેશન હતુ કી મોનાસ્ટ્રી, સ્પીતી વેલીમાં આવેલી સૌથી મોટી આ બૌદ્ધ તીબેટીયન મોનાસ્ટ્રી (બૌદ્ધ મઠ) ની સ્થાપના એકાદ હજાર વર્ષે પુર્વે બૌદ્ધ સંત દ્રોમંપ્ટાએ કરી હતી. 1855માં અહિ 100 સંત હોવાનું રેકોર્ડ પર છે. હુ જ્યારે પહોંચ્યો ત્યારે ત્રણ ચાર સાથે મુલાકાત થઈ શકી. બધી જગ્યાએ તાળા લાગેલા હતા, તેમણે ખોલીને મને પ્રેમથી દેખાડ્યુ બધુ.

23 kaza

કાઝાની જાણીતી કી મોનાસ્ટ્રીની મુલાકાત

અંદર ફોટૉગ્રાફી અલાઉડ નહતી એટલે આંખો થકી દ્રશ્યોને સ્મ્રુતિપટલમાં કેદ કરવાની કોશીષ કરી. અંદરની દરેક વસ્તુ 500 -1000 અને અમુક તો તેનાથી પણ પૌરાણીક હતી. આટલે દુર અહિ હજારો વર્ષો પુર્વે સ્થપાયેલી સભ્યતાની હયાતી અને તેની મેચ્યોરીટી ગજ્જબ છે. આજે પણ અહી અત્યાધુનિક માર્ગો, વાહન વ્યવહાર પછી મને દિલ્હીથી અહિ પહોંચતા ત્રણ દિવસ લાગ્યા ત્યારે હજાર વર્ષે પુર્વે તો અહિ તીબ્બેત કે આસપાસના સ્થળોથી પહોંચવુ એટલે એક વર્ષેનો પ્રવાસ પ્લાન કરવો પડતો હશે. ન માત્ર એટલુ પણ તે માટૅની ફીઝીકલ સ્ટૅમીના પણ જોઇએ, એટલુ ચાલવુ, ચડવુ અને વિષમ સ્થીતીઓમાં પણ જીવવુ! ન માત્ર જીજીવિશા પણ કાંઈક પ્રાપ્ત કરવાની તાલાવેલી, ઘેલછા! તમે કાઝા ગુગલમાં સર્ચ મારો એટલે ગામ ઓછુ દેખાડે પણ કી મોનેસ્ટ્રીની બરફ આચ્છાદીત ફોટૉજ દેખાડે, તે એટલો ફેલાયો છે કે લોકોને એમજ થાય કે આજ કાઝા હશે. સુંદર સ્થળ છે, મને આશ્ચર્ય થયુ એ જાણીને કે અહિ રહેવા, જમવાની સગવડ પણ છે. એક માત્ર સમસ્યા પાણી છે. આ મુદા પર હુ આગળ લખીશ. ત્યાં વચ્ચે મારી મુલાકાત મુંબઈથી આવેલા તરવરીયા યુવાનથી થઈ,એ ફોટૉગ્રાફર છે અને પાંચ વર્ષેથી દર વર્ષે એકાદ મહિનો સોલો ટ્રાવેલ કરે છે. તેનું કહેવુ છે કે સોલો ટ્રાવેલ એક ફોટૉગ્રાફર માટૅ ખુબ સુંદર કામ કરી આપે છે, જ્યાં ઉભા રહેવું હોય ત્યાં રહો અને ક્લીક કર્યા કરો. ખેર, ઉડતી મુલાકાત હતીએ. કી મોનાસ્ટ્રી થી આગળ વધી અમે વિશ્વના બીજા સૌથી ઉંચા સ્થળે આવેલા ગામ કિબ્બર તરફ આગળ વધ્યા. વચ્ચે વચ્ચે બરફ આવતો અને હુ રણ પ્રદેશમાંથી આવેલો માણસ એટલે રસ્તા પર પડેલા બરફને ધારીને જોયાજ કરુ,પણ ગાંડુ આકર્ષણ નહતુ. કિબ્બર પહોંચ્યો તો જોયુ કેટલુ સુંદર ગામ છે આ, એવું ગામ કે જેને જોઇનેજ આનંદ આવી જાય. તેની સરંચનાજ રસપ્રદ છે, પથ્થરના ઘરો એ રીતે ઉપર નીચે બનાવેલા છે કે મનમોહક લાગે. 4270 મીટરની ઉંચાઈ પર આવેલુ આ વિશ્વનું બીજુ સૌથી ઉંચુ ગામ છે.

36-kaza.jpg

કિબ્બર બહારનું સુરક્ષાકવચ

અહી દરેક ગામની બહાર એક મંદીર જેવું લોકો બનાવે છે. જે ગામ પર આવતી આફતને રોકી પોતાના પર લઈ લેતી હોવાનું મનાય છે. 77 પરીવારો આ ગામમાં રહે છે, જેમની આજીવીકા ખેતી, પશુપાલન અને હવે પર્યટન પર નભે છે. ખેતી આ વર્ષે (2018) શક્ય નહિ બને, જેનું કારણ પાણીની અછત છે, જે મુદે આપણે આગળ વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. (આ લખ્યા બાદ હવે શીમલા અને આસપાસના સ્થળોએ પાણીની તંગી આજે નેશનલ ન્યુઝ બની છે, મહિના પહેલા ત્યાં હતો ત્યારેજ અંદાજો આવ્યો હતો કે સ્થીતીઓ અહિ પહોંચશે) ત્યાંથી આગળ વધી અમે પહોંચ્યા હિક્કીમ. ભારતમાં દોઢ લાખ જેટલી પોસ્ટ ઓફિસ અને પાંચ લાખથી વધુ કર્મચારીઓ સાથે ટપાલ ખાતુ વિશ્વમાં સૌથી મોટુ નેટવર્ક ધરાવે છે. તેમાંય વિશ્વની સૌથી ઉંચા સ્થળે આવેલી પોસ્ટ ઓફીસ હિક્કીમમાં છે. કીબ્બરથી 30 કિમી જેટલુ દુર છે. હિક્કીમમાં 4400 મીટરની ઉંચાઈ પર આવેલી ભારત સરકારની 172114 પીન કોડ ધરાવતી આ પોસ્ટ ઓફીસમાં હુ પહોંચ્યો.

25 kaza1

વિશ્વમાં સૌથી ઉંચાઈ પર (4440 મીટર) આવેલી હિક્કીમ ગામમાં આવેલી પોસ્ટ ઓફિસ

હવે મને ચીંતા એ હતી કે એક તો રવિવાર, એમાંય બપોરનો એક વાગતો હતો. મે કિધુ પહોંચ્યા તો ખરા, પણ સાલ્લુ બંધ ના હોય તો સારુ. તો લોકલ વ્યક્તિ કહે એવું નથી, તેમનું ઘર બાજુમાંજ છે, તેમને બોલાવી આવવાના. એમને બોલાવ્યા તો ભાઈતો આવ્યા, તાળુ ખોલ્યુ, મે પાંચેક પોસ્ટકાર્ડ માંગ્યા, એકના 25 રુપીયા. વિશ્વની સૌથી ઉપર આવેલી પોસ્ટ ઓફિસથી તમે પોતાના ઘરે, મીત્રોને પોસ્ટ કરી શકો! તેમણે કહ્યુ તમે લખો હુ આવુ, અને રંગબેરંગી કલરના સ્કેચ, પેનો અને પુસ્તકો તરફ ઈશારો કરી ચાલ્યા ગયા. જેમનું નામ હુ ભુલુ છુ, તે ભાઈ 35 વર્ષથી આ પોસ્ટ ઓફિસ સંભાળે છે. મે એક પોતાને અને ચાર મીત્રોને પોસ્ટકાર્ડ લખી તેમના મારા જીવનમાં મહત્વની અને તેમના જીવનમાં તે કાંઈક કરી દેખાડે તેની ઈચ્છાને વ્યક્ત કરી.

33 kaza

ચાના ઘુંટડા ભરીને પત્રો લખવા બેઠો..

ત્યાં પોસ્ટમાસ્ટર ચા લઈને આવ્યા. પ્રેમથી પીવડાવી નામ, ઠામ પુછ્યુ પછી અમે વિદાય લીધી. આ પહેલા રસ્તામાં ત્રણ જેટલા સ્થળોએ લોકલ સ્ત્રીઓએ આવો ચાય પીવોકહ્યુ હતુ. અજાણ્યા પ્રવાસીઓને પણ ચા માટે આવકાર આપવો, કેટલી આંતરીક સુંદરતા અને વ્યાપ દેખાડે છે. તમારા મગજમાં પર્યટન લાભ થી લઈ સ્વાર્થ સુધીના તર્કો આવી ગયા હશે પણ કેમ સારી વસ્તુઓને સ્વીકારતા આપણને સમય લાગે છે? લેટ ઈટ બી. કાર તરફ પરત વળ્યા ત્યાં સુધીમાં પહાડી ટેંણીયાઓએ અમારી કારને ચારે તરફથી ઘેરીલીધી હતી અને બંન્ને હાથ વચ્ચે મોઢુ રાખી કાચ અંદર જોતા હતા. એનડીટીવીના રવિશ કુમારે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેવો જ્યારે પ્રથમ વખત દિલ્હી આવ્યા ત્યારે મેટ્રો શહેરની અને કલ્ચરની બધી ચકાચૌંધ જોઇને અંજાઈ ગયા હતા. તેમણે શબ્દ પ્રયોગ કર્યો હતો કે કદી ટ્રેનના એસી કોચની બારીના કાચ પર હાથ દઈને અંદરથી જોયો છે? કઈ રીતે એક વર્ગના લોકો જાય છે, જીવે છે તે જોવા અને જાણવાની તાલાવેલી રહેતી..’ આપણા દેશમાં જે ધ્રુવીકરણ થયુ છે અને થઈ રહ્યુ છે. તે ભયજનક છે, મુડીવાદ જે સ્તરે અને જેટલી માત્રામાં હાવી થઈ રહ્યો છે. તે મને લાલબતી સમાન લાગે છે. જેમ કે રીલાયન્સનું દરેક નાની મોટી વસ્તુઓમાં ઘુસી જાવુ, મીઠા થી લઈને શાકભાજી, ઓશીકાથી લઈને પ્લોટ, ફ્લેટ, પગરખા, કપડા.. કાંઈ બાકિજ નહિ મુકવાનું? રોજગારી પેદા કરવી અને નોકરીયાતોને પેદા કરવા વચ્ચે ફર્ક છે. ખેર, હવેનું ડેસ્ટીનેશન હતુ વિશ્વમાં સૌથી ઉંચા સ્થળે આવેલુ ગામ કોમીક! હિક્કીમથી ચાર કિલોમીટરની દુરી પર આવેલા કોમીક કે જે 4587મીટર સાથે વિશ્વમાં સૌથી ઉંચાઈ પર આવેલુ ગામ છે, ત્યાં પહોંચ્યા.

31 kaza

વિશ્વનું સૌથી ઉંચાઈ પર આવેલુ ગામ કોમીક, 4587 મીટર.

ગામ તો, તોય થોડુ નીચે હતુ. અમે તે બોર્ડ પાસે આવ્યા, જેમાં આ દાવો કરાયો છે સરકાર દ્વારા. અને તેની બાજુમાંજ હતી બૌદ્ધ મોનાસ્ટ્રી. મે કિધુ વિશ્વમાં સૌથી ઉંચાઈ પર આવેલુ ગામ આ હોય તો તેનાથી પણ થોડી ઉંચી આવેલી આ મોનાસ્ટ્રીમાં જઈને જોઇએ અને શક્ય હોય તો લંચ અહિજ કરીએ. બપોરનો ડૉઢ વાગતો હતો અને કકડીને ભુખ લાગી હતી. ‘ભુખ્યો બ્રાહ્મણ દેવને વેંચે..’ આ કહેવત સાંભળી છે? મે જે મારી સાથે કાઝાના ભાઈ હતા તેમને કહ્યુ કે જોવો તો ખરા કાંઈક વ્યવસ્થા થાય એમ છે કે નહિ? તે બહાને બૌદ્ધોનું ભોજન પણ ટૅસ્ટ કરશુ અને તેમની સાથે વિચારોનું આદાન પ્રદાન પણ થશે. તો એ કહે તમેજ પુછો. પ્રવાસીઓ પુછે તો સારા લાગે. મે નિખાલસતાથી અંદર જઈ વાતચીત કરી તો તેમણે સ્વીકાર કરી આવકાર આપ્યો. જમવાનું વધારેજ બનાવ્યુ છે પરંતુ પહેલા બધા સંતો જમીલે, ત્યારબાદ બેસીયે,. મે કિધુ આપણને વાંધોજ નથી. ઓશો તો કહે છે બ્રાહ્મણોએ બૌદ્ધોને તેલમાં ઉકળતા તર્યા હતા, દેશમાંથી ચાલ્યા જાય એ માટે. મારે શાંતી છેતમ તમારે પતાવો ત્યાં સુધી થોડી બક.. મારીએ.

24 kaza

સૌથી ઉંચાઈ પર આવેલી મોનાસ્ટ્રીમાં આમની સાથે ભોજન ને સત્સંગ થયો

પણ વાતચીતની શરુઆત થતાજ સમજાયુ કે આ ભાઈઓ આસપાસના ગામોનાજ છે, અને મા બાપ રાખી શકે તેમ ન હોવાના કારણે અહિ સન્યાય લઈને આવી ગયા છે. બાકિ કાંઈ લઈ લેવા જેવુ છે નહિ આમા. બે વાત હુ સમજાવી આવ્યો એમ કહુ તો અભીમાન નહિ ગણાય. કદાચ એ કક્ષાના લોકોને મળવાનું જે તે સમયે મને સૌભાગ્ય નહિ મળ્યુ હોય. પણ ભાત અને વિવિધ પ્રકારની કઠોર ભરેલી દાળ અને ચટની સાથે ચા તો હોયજ! એ પ્રમાણે ભોજન પતાવ્યુ. પ્રેમથી ત્રણસો રુપીયા તેમને ધરી દીધા. અને કહ્યુ શક્ય બને તો આ સ્થળ થોડુ દેખાડો અથવા પરવાનગી આપો રખડપટ્ટીની. વિશ્વના સૌથી ઉપરના રહેઠાણો, રહેણી કરણી કેવી હોય છે તેની જિજ્ઞાસા છે. તેમણે અમુક હદે પુરી કરી, અંદર ટાઈમપાસ કરતા બીજા સન્યાસીઓ

34 kaza1

સૌથી ઉંચા ગામમાં કેરમનો આનંદ લેતા બૌદ્ધ લામા

 કેરમ રમતા હતાતેમની સાથે બેઠો તો અંદાજો આવ્યો કપડાના અંતર સીવાય આપણા વચ્ચે શું અંતર છે? માણસોજ છે બધે. બહાર આવી પેલા પોપ્યુલર બોર્ડ સાથે ફોટા પડાવ્યા, ત્યાં બુલેટ લઈને આવેલા ચેન્નઈનું ગ્રુપ આવી પહોંચ્યુ. મને વીડીઓ સામે બોલતો જોઇ મારી તરફ પુછી લીધુ.. ‘હેય, યુ આર બ્લોગર?’ મે કિધુ.. ‘આઈમ ટ્રાઈંગ ફોર ઈટ, ફોર યુટ્યુબ ચેનલ ટુપછી થોડી અહિ તહીની વાતો અને પછી અમે આગળ મળ્યા બૌદ્ધ પ્રતિમા પાસે. જે નજીકમાંજ હતુ અને મોટી બૌદ્ધની પ્રતિમા પહાડોની વચ્ચે બનાવેલી છે. સુંદર છે. ત્યા પેલા પહાડી નાના બાળકો બહોળી સંખ્યામાંઆવી પહોંચ્યા હ્તા. કોઇક બાઈકરનું હેલ્મેટ કબ્જે કરી બેઠુ હતુ, એક ટૅણિયાને બાઈક ચાલુ કરીને ખીણમાંજ પાડી દેવી હતી, તો ત્રીજુ ટૅણીયુ મને ધક્કા મારતુ હતુ.

35-kaza.jpg

બૌદ્ધ પ્રતિમા પાસે સ્થાનીક બાળકો સાથેનો ટીપીકલ પોઝ

એનીવે.. મજા આવી. ચારેક સ્થળોએ જોયા. રસ્તામાં પરત ફરતી વખતે જ્યારે ઉંચાઈથી કાઝાને જોયુ તો લાગ્યુ, આ ઉચાંઈ ઉપર પણ એક ઉંચાઈ. ઈટ્સ લાઈક ‘શેર કે આગે સવાશેર..’ હુ મહતમ 4900 મીટર જેટલી હાઈટ પર ગયો છુ. અને વિશ્વની સૌથી ઉંચી ટોંચ માઉંટ એવરેસ્ટ એ 8800મીટરની ઉંચાઈ પર આવેલી છે. પરત ફરતી વખતે હજી ત્રણેક વાગ્યા હતા અને રવિવાર હોવાથી મારે ફરજીયાત પણે તે રાત કાઝાજ વિતાવવી પડે તેમ હતી. એટલે કાઝા આવતા મે કિધુ ભાઈ રસ્તામાંજ ઉતારી દ્યો, ઘરે જઈ શું કરશુ? થોડી રખડપટ્ટી કરીએ! તો કહે પેટ્રોલ ભરાવીને પંપ નજીકજ મોનાસ્ટ્રી આવેલી છે વધુ એક, જે નવી છે અને વર્તમાન દલાઈ લામાએ થોડા વર્ષે પહેલાજ તેનુ ઉદઘાટન કર્યુ હતુ, ત્યાં જઈ આવો. તે પેટ્રોલપંપમાં કાર ઉભી રહિ તો જોયુ ત્યાં પણ બોર્ડ માર્યુ હતુ કે

26 kaza1.jpg

વિશ્વનું સૌથી ઉંચુ પેટ્રોલપંપ.

વિશ્વમાં સૌથી ઉંચા સ્થળે આવેલુ આ ઓઈલ/પેટ્રોલનું રીટૅઈલ કાઉન્ટર, પેટ્રોલ પંપ છેઆઈ થોટ કે અહિ તો ભાઈ બધુ ઉંચુ ઉંચુજ છેહાહા.. પછી ઉતરી તે મોનાસ્ટ્રીમાં ગયો, બંધ હતી એટલે નજીક પહોંચી આસપાસ રખડ્યો તો બૌદ્ધ મરુન કપડા પહેરેલા બાળકો રમતા હતા અને એક સન્યાસી બેઠા હતા. તેમને પુછ્યુ કે આ અંદરની જોવી હોય તો? તો હકારમાં માથુ હલાવીને પાછળ આવવા ઈશારો કર્યો. રુમમાં જઈ ચાવી લઈ મને અંદર લઈ ગયા. ખુબ સુંદર દ્રશ્ય હતુ. ચારે બાજુ બેસવાની જગ્યા અને વચ્ચે બૌદ્ધ મુર્તી, દલાઈ લામા સહિતના બની ગયેલા તેમના સંતોના ચીત્ર અને નીરવ શાંતી! તે ગયા એટલે ત્રણ ચાર ફોટા લીધા (પછી ખબર પડી કે અલાઉડ નહતુ) અને ખુણામાં આવેલા આસનમાં જઈને બેસી ગયો. થયુ હવે ? ધ્યાન, સમાધી, પ્રાણાયામ આ બધુ કરેલુ છે પણ એ બધુ નથી કરવું. બસ બેસીયે. જે રસ્તે બૌદ્ધને જ્ઞાન લાધ્યુ એમ કહેવાય છે તે વિપશ્યનામાં જવાનો મોકો મળ્યો છે. તે અનુસાર માત્ર શ્વાસ પર ધ્યાન આપ્યુ. આવે છે, જાય છે. વિચારો સમતા ગયા અને કાંઈક અંદર અનુભવ થયો, જખ્મ પર રુઝ આવતી હોય ત્યારે થતા આનંદ કે શાંતીજ જેવો અનુભવ. મગજ તો પેદા નથી કરતુ ને આ ભ્રમ? તે તાત્કાલીક ચકાસી લીધુ. સ્વભાવે નાસ્તીક ખરોને. પછી આનંદ વધતો ગયો..ખોવાયો એ શાંતીમાં. દસેક મીનીટ થઈ હશે ત્યા કોઇનો ખોંખારો ખાવાનો અવાજ આવ્યો તો આખો ખોલીને જોયુ તો જે સન્યાસી લઈ આવેલા તે ઉભા હતા, હસીને કહે સત મીલા કિ નહિ?’ હુ ઉભો થયો ને કહ્યુ પતા નહિ, શાયદ‘. તેમને બંધ કરવુ હતુ ઓફકોર્સ, એટલે બહાર આવ્યો ને તે સુંદર શાંતીના અહેસાસ સાથે ધીમા પગલે કાઝાની ગલીઓમાં નિકળી પડ્યો. આ અનુભુતીને હુ હંમેશા સાથે રાખવા માંગતો હતો અને તેને આગળ વધારવા માંગતો હતો. પણ મને લાગે છે, લોકેશનનો ફાળો મોટૉ હોતો હશે. એટલેજ સત્યની ખોજમાં લોકો હિમાલય જતા હશે? કહે છે મોટા પહાડો વ્યક્તિના અહંમને ક્ષીણતાની અનુભુતી કરાવીને પીગળાવી દે છે. એટલે અહંમ રુપી કાંટો હટી જતા સેતુ બનવામાં આસાની રહે છે. આ લખતી વખતે મને અહેસાસ થાય છે કે એક તો અનુભુતીને શબ્દોમાં સંપુર્ણ વર્ણવી શકાતી નથી, કદાચ ખુબ સારા શબ્દોના જાણકાર હો તો બાબત જે મુળ હતી તેને ૧૦% જેટલુ કહિ શકો, અને તેમાય લખવાની વાત આવે ત્યારે તે રેશીયો ખુબ ઓછો થઈ જતો હશે. ખેર, હજી કાઝાથી બીજા દિવસ નિકળવાનું છે, મળીયે ત્યારે.

હિસહાઈનેસ હિમાલય – 5 (કાઝા)

17 kaza.jpg

ગાંધીધામ થી અમદાવાદ, ત્યાંથી દિલ્હી થઈ રામપુર અને ત્યાંથી કાઝા. ત્રણ દિવસ ચાલેલી આ જર્નીનો મુખ્ય પડાવ અને તમામ જતોજહત કાઝા પહોંચવાની હતી જે હુ રામપુરથી 13 કલાકની બસ જર્ની કર્યા બાદ પહોંચ્યો. આટલે દુર સુદુર વસેલુ પહાડી ગામ. બસ સ્ટેશન ઉતર્યો એટલે સૌ પ્રથમ તો બસથી નજીકમાં દેખાઈ ગયેલા ઝોસ્ટૅલ તરફ આગળ વધ્યો. મહતમ હિલ સ્ટૅશનોમાં ઝોસ્ટલની ચેઈન વીસ્તરી છે, જ્યાં વ્યાજબી ભાવે રહેવા, સાફસુથરુ વાતાવરણ, વાઈફાઈ સહિતની સુવિધાઓ મળે. પણ તેના નાયર ભાઈ કહે હજી કાલથી શરુ થવાનુ છે, સીઝન હજી સ્ટાર્ટજ થાય છે. ઈચ્છા આમેંય હોમ સ્ટૅમાં રોકાવાની હતી. સાંજ પડી ગઈ હતી એટલે ઠેંકાણે પહેલા પડવુ હતુ. ભારેખમ બેગ ઉપાડી કાઝાની બજારોમાં ચક્કર માર્યો,એકાદ બે લોકો હોમ સ્ટૅનું પુછી ગયા. શું છે હોમસ્ટૅ? જે ટ્રાવેલર માત્ર લોકેશન્સ જોવા નહિ પરંતુ, જે તે જગ્યાના લોકોને જાણવા, ત્યાંથી સંસ્ક્રુતિ, રીતી રીવાજ, રહેણી કરણી પણ સમજવા જાણવા, એક્સપ્લોર કરવા માંગતો હોય તેમના માટૅ આ વ્યવસ્થા ઉતમ છે. સ્થાનીક લોકોએ તેમના ઘરને હોમ સ્ટૅમાં ફેરવી નાખ્યા છે. એટલે કે પ્રવાસીઓને રહેવા માટે અલગ રુમ અને વ્યવસ્થાઓ આપે અને બ્રેકફાસ્ટ, ડીનર તેમના પરીવાર સાથે બેસીને કરવાનું. આ વ્યવસ્થાનો ચોખ્ખો ફાયદો ખર્ચ પણ છે, હુ જ્યાં રોકાયો તે હોમ સ્ટૅમાં 500 રુપીયા હતા, જેમાં બ્રેકફાસ્ટ અને

21 kaza.jpg

સવારના બ્રેકફાસ્ટમાં પઠોઠા, ચાય, તીખી ચટની અને ગરમ પાણી. 

ડીનર સામેલ હતા. રુમનું લોકેશન તમે જોવો તો મજા આવી ગઈ, પાછળજ સ્પીતી નદી વહેતી હતી. કન્ટ્રક્શન નવુ હતુ, વોશરુમ્સ હાઈજીનીક હતા. સસ્તામાં સિદ્ધપુરની યાત્રા જેવું. સાંજ પડવા લાગી હતી અને મને થયુ થોડુ કાઝામાં ચક્કર મારી આવુ અંધારુ થાય તેની પહેલા. પણ જેમને ત્યાં હુ રોકાયો હતો તેમણે આસપાસ ફરવા સ્થળો અંગે માહિતી આપી અહિ બાજુના રુમમાં રોકાયેલા યુવાનો સાથે મળવા જણાવ્યુ, ત્યાં મારી મુલાકાત થઈ ભવ્ય અને સંજીવ સાથે. ખબર પડી કે બંન્ને હઠયોગી છે અને વિવિધ પ્રકારના યોગ સાધનાઓમાં સારી કક્ષા સુધી પહોચી ચુક્યા છે. તેમની સ્ફ્રુતી અને સ્ટૅમીના જોઇને હુ અચંબીત રહિ ગયો હતો. ત્યારેજ કહે પાછળજ વહેતી સ્પીતી નદી પાસે જઈએ, મે કિંધુ ભાઈ એટલુ સહેલુ નથી, અંધારુ થાય છે, સ્લોપ છે વચ્ચે મોટા.. નદીમાં અચાનક પાણી વધી જાય ને ભાદર તારા વહેતા પાણી જેવુ થાય તો કોણ કહેશે બહાર કે શું થયુ હતુ? બટ નો. ચલ તો સહિ.. જબરદ્સ્તી લઈ ગયા અને પડતો આથડતો અમે ત્રણેય પહોંચ્યા.. ત્યા ધીંગામસ્તી કરી, મેમરીસ ક્લીક કરી અને પરત ફર્યા,

19 kaza.jpg

ભવ્ય અને સંજીવ, હરીયાણવી હઠ્યોગીઓ અને હોમ સ્ટૅમાં સ્થાનીકો સાથે ડીનરનું દ્રશ્ય.

ડીનરને હજી થોડૉ સમય હતો તો અમે તેના રુમમાં બેસીને વાતોએ વળગ્યા. મારુ નાસ્તીક પણુ અને સત્યની ખોજની યાત્રા અને તેમની અધ્યાત્મની સફર. તે મારી સાથે જરા પણ સહમત નહતા ઈશ્વર ન હોવાના તર્ક પર, તેમણે પણ ધારદાર તર્કો આગળ ધર્યા જેમણે પહેલી વાર મને વિચારતો કરી મુકેલો. આ ફીલ સો ગુડ, કેમ કે હુ આ તમામ માટૅજ તો ગયો

 

 હતો. તેમનો દ્રષ્ટીકોણ જાણવા મળ્યો.. બીજા દિવસે તેવો નિકળી ગયા. પણ સવાર હતી અને ફરવા જવાને થોડૉ સમય હતો. પેલો રસ્તો અને નદી દેખાતા હતા, ઈચ્છા હતી પણ થયુ જાવું કે ન જાવું?’ પછી હિમ્મત એકઠ્ઠી કરી ગયો, તેમણે આપેલા અનુભવ અને ઉત્સાહનો ભાગ બચી ગયો હતો. 30 kaza.jpgજ્યાં જઈ નદીના કિનાર બેઠો. કોઇ નહતુ. સામે પહાડૉ હતા જેના પર હિમ છવાયેલો હતો, નદી જતી હતી ખળ ખળ કરતી, ચોખ્ખુ પાણી બોસ્સ. એક પણ માનવસર્જીત અવાજ નહિ. માત્ર કુદરત. શ્વાસ આવતો હતો અને જતો હતો. ધેટ વાસ અ મોમેન્ટ વેન આઈ રીલ્યાઈઝડ કે કેટલુ સુંદર છે, શાંત છે. નેચરલ છે! થોડી મીનીટો બૅઠો હોઈસ, પછી ફરવા જવું હતુ. અને સમસ્યા હતી કે રવિવાર હતો. બેંક બંધ, ત્યારે કાઝામાં વળી સ્વચ્છતા અભિયાન તળે બધાને દુકાનો બંધ રાખી સાફસફાઈમાં જોડાવાની અપીલ કરતી જીપ ફરતી હતી

18 kaza

જેમને ત્યાં હોમસ્ટૅમાં રોકાયો હતો તે ઘરના બંન્ને પહાડી બાળકો, સોનમ અને તાશી.

હુ એકદમ સીઝનની શરુઆતમાં ગયો હતો એટલે પ્રવાસીઓ એટલા હતા નહિ. અને આસપાસના સ્થળો જેમ કે વિશ્વનુ સૌથી ઉપર આવેલુ ગામ, પોસ્ટ ઓફિસ વગેરેએ જવું હોય તો એકલાનું ભાડુ ભારે પડે, શેરીંગમાં પાંચસો, હજાર આસપાસ પતી જાય પરંતુ હવે તો કોઇ મળે નહિ. એટલે જે થયુ તે કરીને થોડા વધુ રુપીયા આપી એકલો નિકળ્યો. જેમને ત્યાં રોકાયો હતો કેજરીંગભાઈ, તેમની કારમાં નિકળ્યા સવારના અંદાજે 10 વાગ્યાના અરસામાં.

 

આગામી આર્ટિકલમાં તે ચારેય સ્થળોની મુલાકાત કરાવીશ.

 

હિસહાઈનેસ હિમાલય – 4 (રામપુરથી કાઝા)

આ જર્ની ચાલતીજ રહે તોય મને કોઇ વાંધો નથી. હુ નજારાઓથી એટલો સંતુષ્ટ હતો કે મને ક્યાંય પહોંચવાની જલ્દીજ નહતીરોમાંચજ વધુ જીવતા હોવાનો અને શ્વાસ ચાલતા હોવાનો અહેસાસ કરાવે!

16 tokaza1.jpg

રામપુર – તાબોની બસજ કાઝા લઈ ગઈ, અને વચ્ચે જે દ્રશ્યો જોવા મળ્યા તે અફલાતુન હતા. 

રામપુરથી કાઝા 13 કલાકનો રસ્તો થાય અને એકજ બસ વહેલી પરોઢે 4 વાગ્યે ઉપડે. જે પકડાવા જુના બસ સ્ટૅશન બહાર ઉભો રહિ ગયો. કાઝા જવા આમ તો બે રસ્તા છે. એક મનાલીથી જે ખુબ નજીક પડૅ, 200 કિમી જેટલુ. પણ શિયાળામાં બરફ છવાઈ જવાથી આ રોડ બંધ રહે છે. અને આ રસ્તો સીધો એકદમ ઉંચાઈ પર જતો હોવાથી જેમને ઉંચાઈ સાથે સમસ્યા હોય તેમણે શીમલારામપુર – પીઓકાઝાનો રુટજ લેવો જોઇએ. જે ધીમી ધીમે ઉંચાઈ પર પહોંચાડૅ એટલે એલ્ટૅટ્યુડ સાથે શરીરને એડજસ્ટ થતા સમય મળી જાય. હવે સવારે કડકડતી ઠંડીમાં હુ મારા બેગપેક સાથે માસ્ક, કેપ, જેકેટથી લેસ થઈને ઉભો હતો. સાડા ચાર સુધી કાંઈ નહિ, એક બસ આવી તાબોની, હવે મને આઈડીયા નહિ. તેના કંડકટરને પુછ્યુ તો કે કાઝાની બસ આજે નહિ આવે, આમાંજ ચાલો. તાબો કાઝાનું સૌથી નજીક આવેલુ ગામ. જેમાં વર્તમાન દલાઈ લામાએ કાલચક્ર સેરેમની બે વાર આયોજીત કરી હતી, અને તેમના મનપસંદ સ્થળોમાં તેનો સમાવેશ થાય છે. ક્યાંક એવુ પણ વાંચમાં આવ્યુ કે લામા તેમના જીવનના અંતીમ દિવસો અહિ વ્યતિત કરે તેવું એક વાર કહ્યુ હતુ. રામપુરથી વહેલી સવારે નિળ્યા અને થેંક ગોડ બસમાં એટલી ભીડ નહતી. 13 tokaza1.jpgતો હુ બસ વચ્ચેની ત્રણ સીટૉમાં બેગ સાથે પથરાઈ ગયો. અને બારીમાંથી ડોક્યા કરતો હતો. બોસ્સ, મજા શરુ થઈ રીકોંજ પીઓ પછી. ત્યારબાદ જે રસ્તો શરુ થયો તે એકદમ પહાડી અને લગાતાર ઉપર જવાવાળો, વચ્ચેથી એક નદી વહેતી જાય અને બંન્ને તરફ ઉંચા પહાડૉ, એક બાદ એક આવ્યા કરે. પેલુ ચીત્ર આપણે સહુએ નાનપણમાં બનાવ્યુ છેને, બે પહાડ, વચ્ચેથી નિકળતો સુરજ અને બગલમાંથી પસાર થતી નદી? મને લાગે છે સૌથી પહેલા આ ચીત્ર અહિજ કોઇએ બનાવ્યુ હશે, પછી તેની આસાનીના કારણે દેશભરમાં વાઈરલ થયુ હશે :D, મે કોશીષ કરી એ પ્રકારનો ફોટૉ લેવાની પણ સુર્યદાદાની દિશા અલગ હતી. જેમ જેમ આગળ વધતા ગયા, બસમાં લોકો ઓછા અને રસ્તો ખતરનાક થતો ગયો. આપણે બધાએ પહાડો તો જોયા છે પણ આટલા ઉંચા અને વિશાળ! બ્લેક મીરર જોઇ છે? સીઝન છે મસ્ત. તેમા એક ગેઝેટ એવું દેખાડ્યુ છે કે જે આંખોથી જોઇએ તે બધુ રેકોર્ડ થાય અને જીવનભર સચવાય, તેને ગમે ત્યારે રીવાઈન્ડ કરીને તમે જોઇ શકો. મને થયુ એવું ફિચર હોત તો મજા પડત. આવા લોકેશન્સ પર જાવો એટલે શરુમાં થાય કે આનો ફોટૉ લઈએ, ને તેનો ફોટૉ લઈએ. પછી દરેક આવતુ દ્રશ્ય એવુંજ લાગે એટલે કેમેરો મુકીને પછી ખરેખર જોવાની શરુઆત કરો. નીચે થી ઉપર સુધી સીધા ઉંચા પહાડો, કેમેરામાં આખા આવે નહિ એટલા મોટા પહાડો! અને તે વચ્ચે, ઉપરથીજ કાઢેલા રસ્તા પર ચાલતી બસ. હિમાચાલ સરકારના ટ્રાન્સપોર્ટૅશન વિભાગની બસ એટલી ઉપર ગઈ અને નીચે ખાઈ એટલી ઉંડી દેખાઈ કે એક વાર તો કન્ડટક્ટરને પુછવાનું મન થઈ ગયુ કે ભાઈ, આટલી ઉપર લઈ જવી અલાઉડ તો છેને? હાહા.. તેમના માટે આશ્ચર્ય નથી પણ સાવધાની સારી રાખતા હતા. પણ તમે બારીમાં બેઠા બેઠા નીચે ઉંડી ઉંડી ખાઈ જોતા હો અને બસના પૈડા અને રોડ પુર્ણ થવાની ધાર વચ્ચે કોઇ અંતર દેખાતુ ન હોય અને બસ ચાલવાથી કેટલાક નાના પથ્થરોને ખાઈમાં પડતા જોઇ શકો ત્યારે એમ તો થાય કે સાલ્લુ મોત વેંત છેટુ છે હો! પણ એ રોમાંચજ વધુ જીવતા હોવાનો અને શ્વાસ ચાલતા હોવાનો અહેસાસ કરાવે! હવે હિમ આચ્છાદીત પહાડો પણ દેખાતા હતા.08 tokaza1.jpg એક વાર તો એવો વીચાર પણ આવ્યો કે આ જર્ની ચાલતીજ રહે તોય મને કોઇ વાંધો નથી. હુ નજારાઓથી એટલો સંતુષ્ટ હતો કે મને ક્યાંય પહોંચવાની જલ્દીજ નહતી. ચાઈના બોર્ડરનો વિસ્તાર હોવાથી વચ્ચે વચ્ચે બીએસએફની ચોકીઓ દેખાતી હતી. વચ્ચે એવા લોકેશન્સ આવ્યા કે જ્યાં રોડ પર પથ્થરાઓ પડવાના કારણે બંધ થઈ ગયા હતા, પણ જ્યાં આવી સ્થીતી જોવા મળે ત્યાં લોકો અને મશીનો લગાતાર કામ કરતા જોવા મળે. આ આખા હિમાચલમાં મેં જોયુ. અમુક ટીમોને રોડ પર રાખવામાં આવતી હશે એવું લાગ્યુ. ગુડ વર્ક. બસ એક જગ્યાએ ઉભી રહિ તો ધ્યાન ગયુ કે બસમાં ડ્રાઈવર અને કન્ડૅક્ટર સીવાય અમે પ્રવાસીઓ ચારજ છીએ. એક હુ, એક આગળ બેઠેલા મીલેટ્રી મેન, જે કાંઈક સારી પોસ્ટમાં હશે એવું લાગતુ હતુ, કેમ કે બાજુમાંથી પસાર થતા અન્ય બીએસએફના લોકો તેમને જોતા તો સલામી આપી દેતા, ત્રીજા ભાઈ આ રોડ પર જે ભુસ્ખલન થયા રાખે તે મલબો હટાવવાના ઠેકેદાર હોય તેવુ લાગ્યુ. ચોથા ભાઈ ખબર નહતી કોણ હતા. અને હુ ચોથો. આગળ બસે સ્ટોપ કર્યો તો ચાય પીતા સમયે તેમની સાથે વાતચીત થઈ, એજ્યુકેટૅડ હતા. અંગ્રેજીમાં વાતચીત આગળ વધી, જાણકાર પણ હતા. અધ્યાત્મ, સત્ય, સ્વપ્નો તમામ ભારેખમ વિષયો પછી આવ્યા. મને લાગ્યુ તેઓ સત્યની ખોજમાં નિકળ્યા હશે. પછી વાત આગળ વધી તો કહે ‘I am come here to become boddhist saint, or to sucide on mountains. ‘ (હુ અહિયા બુદ્ધીસ્ટ સંત બનવા અથવા તો પહાડોમા આપઘાત કરવા આવ્યો છુ) મે કિધુ માર્યા ઠાર.

09 tokaza_censored.jpg

હા, એ એજ ભાઈ છે, ઓળખ જાહેર થોડી કરાય, આશા રાખીયે સબ સલામતજ હોય. વી ટ્રાઈડ.

ઘણાબધા વિચાર આવ્યા, શું કરવું જોઇએ. સફર તો લાંબો હતોજ. પણ હુ સોલો ટ્રાવેલ માણવા અને આ નજારાઓ જીવવા તો આવ્યો હતો. ખેર, તેની બાબતો સાંભળી તો લાગ્યુ તે અંતે આ નિર્ણય પર પહોંચ્યો હશે. આપઘાત એ કોઇ રસ્તો ન હોવાનું સમજાવ્યુ. અને બુદ્ધીસ્ત સંત ન પણ બને તો પરત ઘર જઈ અન્યોની મદદ કરવામાં બાકિનું જીવન ગાળવુ એ આપઘાત કરવા કરતા વધુ સુંદર રસ્તો હોઇ શકે તેના તર્કો આપ્યા. આગળ જઈ બસ ઉભી રહિને લંચનો સમય થયો હતો, તેને આમંત્રણ આપ્યુ પણ તે સિગારેટ્સ અને ચાયમાં સંતુષ્ટ હતા.

14 tokaza.jpg

હુ શુદ્ધા શાકાહારી છુ, મને ક્યાંય જમવાની તકલીફ ન મળી, બધે થાળી મળીજ ગઈ! 😀

તો મે બોર્ડ તરફ જોયુ. 60 રુપીયાની થાળી લખી હતી. મે કિધુ આવવા દ્યો. બાય ધ વે મને અલગ અલગ થાળીઓ ટૅસ્ટ કરવાનો શોખ છે. ઠીક હતુ, કાંઈ સમસ્યા નહતી એટલી. 60 આપ્યા તો 20 પાછા આપ્યા. કહે કે બે ત્રણ આઈટમ ઓછી હતી. નાની વાત પણ સ્પર્શી ગઈ. નાના લોકોમાં ઈમાનદારી વધુ જોવા મળે એવું કહેવાય છે. જેમ જેમ કાઝા નજીક આવતુ ગતુ દ્રશ્યો અફલાતુન બનતા ગયા. આનંદ એનો આવ્યો કે તાબોની બસજ કાઝા લઈ જશે, પછી પેલા સ્યુસાઈડલ થોટ્સ વાળા ભાઈ સાથે વાતચીત કરતો હતો, તે તાબો ઉતરવાના હતા. હવે બસમાં કન્ડક્ટર અને ડ્રાઈવર સીવાય અમે બેજ હતા. કન્ડક્ટરને પણ આ ભાઈના વિચારો અંગે જાણ કરી તાબોમાં કોઇને એમના સંપર્કમાં રહેવા જણાવ્યુ, છેલ્લે એ ભાઈ ઉતર્યા ત્યારે બસમાં બેઠા બેઠા મારાથી રાડ નિકળી ગઈ ડોન્ટ ડાય, ઈફ સીચ્વેશન ગોન વર્સ્ટ ધેન સ્પેન્ડ લાઈફ ઇન હેલ્પીંગ પીપલબસ ઉપડી અને તેણે રાડ પાડી. ‘આઈ વીલ ટ્રાય બટ આઈ હેવ ટૂ ડાય આઈ થીંક મે કિધુ શું કરશુ યાર..ફરી કન્ડેક્ટર ને કહ્યુ, કે આ ભાઈનું જોજો ભાઈ, કોઇને કહેજો, અને પછી પ્રવાસી તરીકે હુ એકલો રહ્યો. 13 કલાકની જર્ની બાદ કાઝા આવ્યુ.

નોંધઃ તમને થયુ હશે કે સ્યુસાઈડલ થોટ્સ વાળા ભાઈને મે થોડા હળવાશથી કેમ લીધા છે, પણ હવે જે તે સ્થીતી અનુસાર મે નિર્ણયો લીધા અને કાઝા પહોંચ્યા બાદ લોકલ લોકોને પણ તાબોમાં સંપર્ક કરવા જણાવ્યુ હતુ. ત્યાંથી નિકળ્યો ત્યાં સુધી લોકલ ન્યુઝપેપર્સ પણ જોયા. થેંક ગોડ એવા કોઇન્યુઝ નથી. વી હોપ, હીઈઝ ડુઈંગ વેલ.

હિસહાઈનેસ હિમાલય – 3 (રામપુર)

સોલો ટ્રાવેલમાં ખાસ વાત શું છે ખબર છે? બધુજ તમારુ છે. સમય, સ્થળ, સંજોગો. સંપુર્ણ આઝાદીક્યારેક કોઇ નાની વસ્તુઓ, સ્થીતીમાં પણ ખુબ મજા આવતી હોય, વ્રુક્ષની એક ડાળી હલ્યા કરે છે તે જોવાનો કે બે ત્રણ પક્ષીઓનો વ્યવહારનું ઓબ્ઝર્વેશન કરવાનો આનંદ આવતો હોય, આ કલાકો સુધી કરી શકાય. પણ કોઇ સાથે હોય તો ?

3 rampur.jpg

હિમાચલના રામપુરનું એક દ્રશ્ય.

ચીલ વાતાવરણ અને હળવાશથી ભરેલા લોકો, રામપુરમાં ઉતર્યો એટલે પહેલા આજ વસ્તુ ધ્યાનમાં આવી. એક બીજાને સ્માઈલ આપતા લોકો, ધીમે ડગલે ચાલતા લોકો, કહેવાનો મતલબ કે કોઇને જલદી નથી, અને વાતાવરણ સુંદર છે. જે તેમના માનસીક વાતાવરણને પણ ફ્રેશ અને હળવુ રાખવામાં મદદરુપ થતુ હશે. સતલજ નદીના કિનારાની હોટલમાં રુમ રાખી, સામાન પધરાવીને નીંદ્રાદેવી ન આવતા ગામ કમ – શહેરમાં ચક્કર મારવા નિકળ્યો. નદી પર બનાવેલા ઝુલતા પુલ પર પહોંચી ત્યાં ઉભો રહ્યો. ખળખળ વહેતા પાણીનો અવાજને કર્ણલોકમાં અને ફ્રેશ પવનને ફેંફસામાં ભર્યા અને ચારેબાજુ નજર દોડાવતો હતો. સોલો ટ્રાવેલમાં ખાસ વાત શું છે ખબર છે? બધુજ તમારુ છે. સમય, સ્થળ, સંજોગો. સંપુર્ણ આઝાદી. આ પ્રવાસમાં જતા સમયે મીત્ર અર્પીત છાયા ટ્રેનમાં મળી ગયા ત્યારે આ મુદે સારી ચર્ચા ચાલી હતી. કદાચ આપણે સહુએ એવો અનુભવ કર્યો છે કે ક્યારેક કોઇ નાની વસ્તુઓ, સ્થીતીમાં પણ ખુબ મજા આવતી હોય ને ખુબ મોટી બાબતમાં ન પણ આવે, જેમ કે કોઇ વ્રુક્ષની એક ડાળી હલ્યા કરે છે તે જોવાનો કે બે ત્રણ પક્ષીઓનો વ્યવહારનું ઓબ્ઝર્વેશન કરવાનો આનંદ આવતો હોય, આ કલાકો સુધી કરી શકાય. પણ કોઇ સાથે હોય તો ? તો પ્લાન મુજબજ ચાલવુ પડે. તમે કાંઈ ઉભા રહિને જોયા કરો એમ થોડી ચાલે! બીજુ કે જો તમે કોઇ દોસ્ત કે પરીવાર સાથે ગયા છો તો સ્વાભાવિક રીતે દરેક સ્થીતીમાં વાતચીત તમે તેની સાથે કરતા રહેશો, હવે તમે જેને ઓળખો છો, તેના અને તમારા દ્રષ્ટિકોણ અને બેકગ્રાઉન્ડ મહતમ સ્તરે એક જેવાજ હોય. પરંતુ જ્યારે સોલો હોવ, ત્યારે સાચા અર્થમાં વસુધૈવ કુટુંબકમની ભાવના આવે, કારણ કે મનુષ્ય એ સામાજીક પ્રાણી છે, એ રહિજ ન શકે બીજા વ્યક્તિ સાથે ઈન્ટ્રેકેશન કર્યા વગર. અને પહેલાજ કહ્યુ કે સાલ્લુ વિશ્વમાં 700 કરોડો લોકો થયા, દરેકના અલગ દ્રષ્ટિકોણ, સ્ટોરીઝ, અનુભવો અને જીવન. કેટલુ રસપ્રદ છે. પણ આપણે આપણા ટીપીકલ લોકોની આસપાસ ફરતા રહિએ એટલે તે બધાનો અંદાજોજ ન આવે.

6 rampur.jpg

જે પુલની વાત કરી તે આજ, રામપુરનો. મારા કરતા જેકેટનો ફોટો પુલ સાથે વધુ સારો આવશે તે વિચારી તેને લટકાવી તેની સાથે ફોટૉ લીધો છે. 😀

એનીવે, હુ રામપુરના એ ઝુલતા પુલ પર ઉભો ઉભો ચારેબાજુ જોતો હતો ત્યારે એક યુવાન આવ્યો ને કહે સર ઘુમને આયે હો?’ આપકો બડીયા લોકેશન દિખાઉંગાપુછપરછ કરતા કોલેજ સ્ટુડન્ટ હોવાનું અને રુપીયાની જરુરત છે એન્ડ ઓલ સામે આવ્યુ. તેની પાસે કોઇ આઈડેન્ટી કાર્ડ નહતુ. મને કકડીને ભુખ લાગી હતી, લોકેશન્સ એટલા કાંઈ ખાસ છે નહિ ત્યાં, જે હતા એકાદ તે હુ જાણતો હતો. થયુ ચાલો લોકલ સ્ટોરીઝ કહેશે કાંઈક, પહેલા જમી લઈએ. પછી સાથે જમ્યા. ત્યારે એ ભાઈના વિચારો અને ફ્લીકર લાગતુ માઈન્ડ મને સમસ્યાગ્રસ્ત લાગવા લાગ્યુ હતુ. અચાનક રુપીયાની ખુબ જરુર છે અને ઘરે જાવું છે, ઘરવાલે વેઈટ કર રહે હૈજેવી વાતો ચાલુ થઈ. મે કીધુ જા ભાઈ, કોણ રોકે છે! તો કહે રુપીયા આપો. મે કીધુ કેના? તો કહે એમજ હેલ્પ કરો! લાંબી રકઝક બાદ થોડા આપી જાન છોડાવી તો પરત આવ્યો, થોડા હજુ આપો. પોલીસની ધમકી આપ્યા બાદ ગયો. ત્યારબાદ તપાસ કરતા ખબર પડી કે તે પુલ આસપાસ સાંજ બાદ જવુ હિતાવહ જરાય નથી. ત્યાં અહિના બગડેલા અને નશામાં રહેતા કોલેજના યુવાનો પ્રવાસીઓને લુંટીને પુલની નીચે ફેંકી દે છે! આવા કેટલાક બનાવ બની ચુક્યા છે. યાર લુંટી લીધો, પછી નીચે કેમ ફેંકી દે છે? ગજ્જબ. પછી જે તે શખસનો ફોટૉ નજીકના પોલીસ સ્ટૅશનમાં આપી આવ્યો. અને પહેલી વાર છેતરાયાનો અનુભવ પણ લીધો. ખેર, સામાન્ય રીતે હિમાચલમાં આવા અનુભવો થતા નથી, પણ નસીબ આડે પાંદડુ તો.. એવુ છે.

7 rampur.jpg

સત્યની ખોજમાં નિકળેલા સોલો ટ્રાવેલર ‘ઈરીક’ સાથે મુલાકાત થઈ.

રામપુરમાં આવેલી બોદ્ધ મનુશ્રી (બૌદ્ધ ટૅમ્પલને મનુશ્રી કહેવાય) માં ગયો, સુંદર હતી અફકોર્સ, ત્યાં એક વીડીયો લીધો તો ત્યાં નજીકમાં બેઠેલો એક યુવાન આવ્યો અને વાતચીત થઈ, ખબર પડી કે તે ભાઈ મહિનાથી સોલો ટ્રીપમાં નિકળ્યા છે અને અને ઘરના લોકો, મીત્રો કે તે જે કંપનીમાં જોબ કરતો હતો તે પરેશાન ન કરે તે માટૅ જુનો મોબાઈલ નંબર ફેંકીને નવોજ નંબલ લઈ લીધો છે, ઘરવાળાઓ ચીંતા કરે, તેની ચીંતા નથી તને? એ પુછતા બેગમાં પડેલા લેટર્સ દેખાડ્યા, દર સપ્તાહે એક ઘરના એડ્રેસમાં નાખી પોતાની સ્થીતી અને જીવતા હોવાનું પ્રમાણ આપી દે. તે બેંગ્લોરમાં એન્જિનીયર હતો. નોકરી મુકિને નીકળી પડ્યો. જુનુ નામ ત્યાગી તેણે ઈરીકનામ પોતાને આપ્યુ છે. ઘણી બધી વાતો થઈ તેની સાથે, તે સ્લીપીંગ બેગ લઈને ફરતો અને જ્યાં જગ્યા મળે ત્યાં પથરાઈ જતો. મોકો મળે ત્યાં ફ્રેશ થઈ જાય અને સાથે લઈ ફરતો ત્રણ જોડી કપડાઓને ધોઈ નાખે. જે મોનુશ્રીમા અમે મળ્યા તેનો પ્લાન ત્યાંજ ઉંઘવાનો હતો. વાતચીતમાં તેણે કહ્યુ સામેજ રાજાનો જુનો મહેલ છે, ચલો જઈ આવીએ, લેટ થઈ ગયુ હતુ અને અંધારુ હતુ પણ અમે નિકળી પડ્યા. અફકોર્સ બંધ હતુ, ચોકીદારને આજીજી કરી તો ચક્કર મારવા પરવાનગી આપી દીધી. મહેલ આસપાસ ચક્કર માર્યો, જ્યાં ફાંસી આપતા તે જગ્યાએ જઈ મોજુંલીકાના ‘આમીજે તોમાર’ નો અવાજ આવતો હોવાની અમથે અમથી મજા લીધી, પરત આવ્યા તો મંદિર બંધ થઈ ગયુ હતુ. મે ઈરીકને મારા સ્ટૅ પર આવવા જણાવ્યુ, આવતા વેંત તેણે પોતાના કપડા ધોઇ નાખ્યા. તેણે ઘણો અનુભવ કર્યો છે, મહિનો થયો તેને હિમાચલમાં ફરતા, હજી છ મહિના કાઢવાનો છે ફરતા ફરતા. ને હુ દસ દિવસ લઈને ગયો હતો. હિમાચલની આ ટુરનો પહેલો દિવસ, બે લોકો સાથે મુલાકાત થઈ અને બંન્નેના કેટલા અલગ અનુભવ. બે દિવસથી ઉંઘ થઈ નહતી, થાક્યો હતો. અને બીજા દિવસે સવારે ૪ વાગ્યે કાઝાની બસ પકડવાની હતી. હવે જબરદસ્તી ઉંઘ પુરી કરવાનો પ્રયાસ કર્યો. પણ તમે જાણો છો તેમ, ઉંઘનું ને મારુ બનતુ નથી. બે વાગ્યે ઉંઘ આવી, 3.30 વાગ્યે ઉઠી ફ્રેશ થઈ, ઈરીકને બાય બાય કરી નિકળી પડ્યો. રામપુરથી કાઝા માટૅ. મળીયે કાઝાના રુટ પર હવે. 

5 rampur.jpg

રામપુરના જુલતા પુલ નજીક મંદિરો અને બેઠકનું સ્થળ, આજ સ્થળોની આસપાસ રાત્રીના એવા યુવાનો બેઠા હોય છે જે પ્રવાસીઓને લુંટીને પુલ નીચે ફેંકી દે છે. હુ બચી ગયેલો.

હિસ હાઈનેસ હિમાલય -2 (દિલ્હી થી રામપુર)

મે એમને કહ્યુ અરે તમારા શર્ટ પર તો સુર્યમુખી છે, તો તેમણે હળવાશથી કહ્યુ જબ દીલ ખુશ ના લગે તો ફુલકો દેખલો, ઓર ખુશ હો જાવો, દુખી હોનેકે બહાને હો સકતે હે તો ખુશ હોને કે ક્યુ નહિ?’

2 delhi.jpgથોડા ધીરે ચાલીયે, ઓકે?

અમદાવાદથી આશ્રમ ટ્રેનમાં દિલ્હીના નવા બસ સ્ટૅશન પહોંચ્યો. દરેક ઓછી વસ્તી વાળા શહેરમાંથી આવતા લોકોને મોટા શહેરોની ભીડ એડજસ્ટ કરતા સમય લાગે અને આશ્ચર્ય પણ પમાડતી રહે. હુ સ્કુલમાં હતો ત્યારે યાદ છે કે કહેતા 600 કરોડ લોકો છે વિશ્વમાં, હવે કહે છે 700 કરોડ થઈ ગયા. તેમાંથી 125 કરોડતો એકલા ભારતમાંજ છે. કેટલા બધા લોકો, તેમના દ્રષ્ટીકોણ, તેમની સ્ટોરીઝ, તેમના અનુભવો છે. ખેર, દિલ્હી દીલ વાળાઓનું છે,ઠગો નું છે, રેપીસ્ટ થી રાજકારણીઓનું છે. દરેક વાતો ચાલે છે, બોલાય છે મનાય છે. દિલ્હી પહોંચ્યો ત્યારે ત્યાં ફ્રેશ થઈને કાઝાની સૌથી નજીક જે બસ લઈ જાય તેમાં બેસવાનું હતુ,પરંતુ 13 કલાકની લાંબી મુસાફરીના કારણે થાકેલો તો હતોજ અને ફ્રેશ પણ થવુ હતુ. આસપાસ કશું ખાસ ન મળ્યુ એટલે નોર્મલ હોટલમાં રુમ લઈ ફ્રેશ થઈને આગળ નિકળ્યો. કદાચ અન્ય દેશના મોટા શહેરોમાં જોવા મળે છે તેના કરતા વધુ ગરીબો, મોટી સંખ્યામાં દિલ્હીમાં દેખાય છે. નજીકમાં યુપી, બિહાર જેવા અવીકસીત રાજ્યો આવ્યા હોવાથી તેમને નજીકમાં આશાનું કિરણ દિલ્હી દેખાય અને મોટી સંખ્યામાં આવી જાય તેજ મુખ્ય કારણ. 3 delhi હુ દિલ્હીથી બસમાં બેઠો ત્યારે હિમાચલ ટ્રાન્સપોર્ટેશનની બસમાં હિમાચલના લોકો વધુ હતા, શીમલાથી કાઝાની બસ મળશે તે જાણતા શીમલાની ટીકીટ ફડાવી, બસમાં આવ્યો એટલે સામે બેઠેલા ભાઈએ સ્મીત સાથે આવકાર આપ્યો, તેના ટીશર્ટ પર જોયુ તો સુર્યમુખી હતુ. મે કિધુ શું વાત છે, સુર્યમુખી ટીશર્ટમાં? તો હસીને હળવાશથી કહ્યુ જબ દીલ ખુશ ના લગે તો ફુલકો દેખલો, ઓર ખુશ હો જાવો, દુખી હોનેકે બહાને હો સકતે હે તો ખુશ હોને કે ક્યુ નહિ?’. એ ભાઈનો કુદરતી ખુશમીઝાઝ હતો, રસ્તો લાંબો હતો, 11 કલાક જેટલો, બીજા પ્રવાસીઓ અને તેમની સાથે પણ વાતચીત થતી રહિ, તેમના ગામમાં મેળો હતો, તેમા આવવા આમંત્રણ પણ આપ્યુ. ઈચ્છા થઈ પછી માંડી વાળ્યુ, થયુ કાઝા જઈ આવી પહેલા. રાત્રી પ્રવાસ હતો એટલે આસપાસ કાંઈ દેખાતુ નહતુ પણ કચ્છ થી દિલ્હી સુધી ગરમી અનુભવી હતી, હવે ઠંડા પવનનોનો અહેસાસ થવા લાગ્યો હતો.

સવારે 4 વાગ્યે શીમલાની બુમ પડવા લાગી, બસની બારી બહાર જોયુ તો અંધારામાં પહાડો પર પથરાયેલી અઢળક લાઈટો જોવા મળી, પહાડો વચ્ચે હોવાનો અહેસાસ થયો અને ઠંડીનો પણ, બેગપેકમાં પડેલા જેકેટની બહુ યાદ આવી, જે પાછળ ક્યાંક પડ્યુ હતુ. ગુગલ કર્યુ તો ખબર પડી કે શીમલાથી આગળ એક શહેર રામપુર છે, જ્યાં શતલજ નદી પસાર થાય છે અને કાઝાની બસ ત્યાંથી સવારે 4 વાગ્યે ઉપડે છે. તો થયુ આ બસ આગળ જાયજ છે તો રામપુરજ ઉતરીયે, ટીકીટ રામપુરની ફડાવી એજ બસમાં આગળ વધ્યા. અત્યાર સુધી રામપુર નામ ફીલ્મોમાંજ સાંભળ્યુ છે, અને નામ પરથી કોઇ નાનુ ગામ હશે તેવુંજ લાગે, પણ આ થોડુ મોટુ છે, અહિ કોલેજો આવેલી છે, એટલે આસપાસના નાનામોટા શહેર, ગામમાંથી યુવાનો અહિ અભ્યાસ માટે આવે છે. સવાર પડી અને બહારના સુંદર દ્રશ્યો દેખાવાની શરુઆત થઈ. સવારે 6 વાગ્યા આસપાસ રામપુર ઉતર્યો. ઠંડો પવન મજા આપતો હતો અને સુર્યના તીખા કિરણ ચામડીને પરેશાન પણ કરતા હતા, આ વિશે આવતા પહેલા વાંચ્યુ હતુ. આ પંથકમાં, કિન્નોરમાં, સુર્યના કિરણોના સીધા સંપર્કમાં આવવાથી બચવુ જોઇએ. ઠંડી હવા પંપાળ્યા રાખે અને કિરણો બાળ્યા! ખેર, જઈને જોયુ તો જાણીતી હિમાચલી ટોપી પહેરેલા લોકો દેખાવા લાગ્યા હતા, શતલજ નદી દેખાઈ, સુંદરરીતે વહેતી હતી, તેનો ખળખળ અવાજ દુર સુધી આવતો હતો અને તેની આસપાસ અફકોર્સ મંદિરો દેખાતા હતા ઘણાબધા. ચારે બાજુ પહાડો, ખુશનુમા વાતાવરણ લાગ્યુ. બીજા દિવસે વહેલી સવારે બસમાં ઉપડવાનું હતુ એટલે આજનો દિવસ અને રાત રામપુરના હવાલે હતો. સતલઝ વ્યુ નામની સારી હોટલમાં 600 રુપીયામાં રુમ મેળવ્યો, બે રાતથી ઉંઘ નહતી થઈ શકિ એટલે માથુ ભારે હતુ, એટલે એકદમ જોરદાર ઉંઘ કરી લેવાનો નિર્ધાર હતો, પણ અમારા બંન્નેનું એટલુ બનતુ નથી. એટલે રામપુર ફરવા નિકળ્યો. રામપુર વિશે હવે ત્રીજા પાર્ટમાં વધુ લખીશ. રસપ્રદ અનુભવો થયા છે રામપુરમાં. મારી સાથે આ પ્રવાસમાં ચાલતા રહેજો, મને લાગે છે કે તમને ગમશે. 😀4 delhi.jpg

હિસહાઈનેસ હિમાલય – 1

મારો પ્રવાસમારી દ્રષ્ટી

હિમાલય સાથે ભારત દેશનો ગાઢ નાતો છે, આપણી સભ્યતા પણ હિમાલયથી નિકળેલી નદીઓના કાંઠે વિકસી અને ગાથાઓ પણ તેના થકીજ બહાર આવી, ધર્મથી લઈ અધ્યાત્મ સુધીનો નાતો, મહાભારતમાં પાંડવોનો અંત હિમાલય ચડતા થયો હતો એવું કહેવાય છે અને આજે પણ જ્યારે કોઇ વ્રુદ્ધ થઈ જાય તો હિમાલય જવાની ઉંમરકહિને આપણે ક્યાંક હસી લઈએ છીએ. ગાંધીજીને મોતને ઘાટ ઉતારનાર અને તેના આસપાસના લોકોને વાંચ્યા તો અંદાજો આવ્યો કે તેમનું કહેવુ હતુ કે તેમણે હવે હિમાલય ચાલ્યુ જવુ જોઇએ, પરંતુ અહિ રાજનીતીમાં, સમાજમાં દખલ કરે છે‘. આજે પણ યોગીઓ કોઇક હિમાલયની પર્વતમાળાની ગુફાઓમાં સાધના કરતા રહે છે,એવું આપણે માનીયે અને જાણીએજ છીએ. સીંધુ નદી (ઈન્ડુસ) ની સભ્યતા ગંગા કરતા પણ જુની મનાય છે પરંતુ તે નદી પણ જન્મી તો હિમાલયના ખોળૅજ! અધુરામાં પુરુ આખા ભારતનો મૌસમ હિમાલયની પર્વતમાળાના કારણેજ અને તેના પરજ નિર્ભર છે. કોઇ તેનાથી બચી શકતુ નથી. હિમાલય પ્રત્યક્ષ, પરોક્ષ આપણા દરેકના જીવનમાં અસ્તીત્વ ધરાવે છે. એટલે સ્વાભાવીક રીતે હિમાલય માટૅ આકર્ષણ હતુ અને હિમાલયના ખોળે જવું હતુ.

સત્યની ખોજમાં? એ તો અઘરો શબ્દ પ્રયોગ થશે. પણ ઉદેશ્ય તો એજ હતો.

IMG_20180411_180541

હિમાલયની પવર્તમાળા ખુબજ વીશાળ છે, અંદાજે 2400 કિલોમીટર લાંબી પર્વતમાળા એ બેચાર રાજ્યોમાંથી નહિ પરંતુ નેપાલ, ભારત, પાકીસ્તાન, ભુટાન અને ચાઈના એમ પાંચ દેશોમાંથી પસાર થાય છે. તેના ખોળે જન્મેલી નદીઓ થકી કરોડૉ લોકો પાણી મેળવે છે. આજથી બે વર્ષે પહેલા (2016) માં વિશાળ હિમાલયની પર્વતમાળાના હિમાચલમાં આવેલા એક ભાગમાં જવાનો મોકો મળ્યો, હુ ને મારો મીત્ર કરણ અમે બંન્ને કુલ્લુ ક્ષેત્રમાં રખડ્યા, મનીકરણ થી કસોલ અને ચલાલ, તોશ, પુલગા જેવા ગામોમાં રાત વાસો કર્યો. એક પ્રશ્ન પ્રવાસીઓ હંમેશા પુછતા હોય છે કે સમુદ્ર અને પહાડો (સી ઓર હિલ્સ?) શું પસંદ કરશો? હુ ગાંધીધામમાં જન્મ્યો અને મોટૉ થયો છુ જેની નજીકમાં દરીયો છે, ગોવા, દીવ, માંડવીના દરીયા જોયા છે. સમુદ્રની દુનીયા અલગ છે અને પહાડોની અલગ, મને પહાડો વધુ આકર્ષીત કરે છે. સમુદ્ર વચ્ચેના ટાપુઓ (કાસ્ટ અવે, યશવંત મહેતાની પરવાળા ટાપુ, ગુણવંત આચાર્ય) પર રસ ખરો પણ હિલ્સ હેવ સમથીંગ. 2016માં હુ અને એક મીત્ર ગયા હતા, 2017માં પ્લાન હતો પણ 2018માં શક્ય બન્યુ. અને પ્રથમ વખત સોલો ટ્રાવેલનો અખતરો કરવાનો પ્રયાસ કર્યો. શરુઆતમાં લાગતુ કે કેમ થશે? ગમશે કે નહિ ગમે? મજા આવશે કે બોર થઈ જઈશુ? મીત્રો વગર મજા શાની એન્ડ ઓલ.. પણ જો પોતાના સાથે મજા ન આવે તો બીજાને કે પોતાને બીજા સાથે મજા શું આવે? એ વિચાર પણ પ્રબળ હતો પરંતુ ઈન્ટુ ધ વાઈલ્ડમાં છેલ્લે મેક કેન્ડલેસ લખે છે તેમ ‘happiness is real, when its shared’, ખુશી અને આનંદની મજા ત્યારેજ છે જ્યારે કોઇને તે માણીને કહિ શકાય કે જો તો ખરો, શું મજાનું છે યાર! બંન્ને વાતો પાસે પોત પોતાના આધાર હતા પરંતુ આપણે સોલો ટ્રાય કરી નાખવાનું ફાઈનલ કરીને નિકળી પડ્યા. નિકળ્યા ત્યારે કોઇ હોટલ કે અન્ય કાંઈ નીશ્ચીત કે પ્લાનીંગ નહતુ. એક અમદાવાદ થી દિલ્હીની ટ્રેનની ટીકીટ દોસ્ત જસરાજે બુક કરી આપેલી અને બીજુ કાઝા પહોંચવુ છે તે નક્કિ હતુ. પછી આગળ પાછળ, આજુબાજુ જોયુ જશે તેમ નક્કિ કર્યુ હતુ.

IMG_20180412_185356

ગાંધીધામ થી બસમાં અમદાવાદ, ત્યાંથી થી ટ્રેનમાં દિલ્હી. જ્યાં પહોંચીને બીજા દિવસે કાશ્મીરી ગેટ થી શીમલાની બસમાં બેઠો. જ્યાં ખબર પડી કે શીમલાથી આગળ રામપુર આવેલુ છે અને કાઝા ત્યાંથી બે કલાક વધુ નજીક પડશે, એટલે બસમાંજ બેઠા બેઠા રામપુરની ટીકીટ ફડાવી નાખી. દિલ્હી થી 13 કલાકે રામપુર પહોંચ્યો, ઠંડી હતી, બે દિવસથી બરાબર ઉંઘ નહતી થયેલી એટલે માથુ ચડેલુ હતુ, પરંતુ આસપાસ પહાડો આવી ગયા હતા અને ઠંડી હવા વહેતી હતી.

હવે એવુ લાગશે કે લોકોને ગમે છે તો આગળ ચલાવશુ, નહિતર મહેનત કોણ કરે? સ્વભાવે એમ આપણે આળશુ. એટલે ચલાવવા જેવું છે કે નહિ, તે કહો એટલે ખબર પડે. ધન્યવાદ.

– Sandeep Dave

Sandeepthink@gmail.com (9978009913)

16th May, 2018

સાંઈ-શંકરાચાર્ય અને હિન્દુ વિચારધારા

કોઇ પણ બાબત એક એન્ગલથીજ પુર્ણ નથી હોતી, તેના ઘણા બધા પહેલુ હોય છે, ઘણા બધા ફેક્ટર તેને અસર કરતા હોય છે ત્યારે જઈ હાલ જે છે તે સ્થીતી નીર્માણ પામે છે. દરેક પહેલુ ને પુર્વાગ્રહમુક્ત રીતે જોવુ જરુરી છે. ક્યાંય પણ જો નાની સુની બાબતે અંગત અભીપ્રાય કે માન્યતા હાવી થઈ પડી તો સંપુર્ણ બાબતને અને એક આખી વીચારધારાને આપણે અન્યાય કરી બેસીશુ. આ મુદો ઉઠ્યા બાદ વર્તમાન ઈલેક્ટ્રોનીક મીડીયા આવુજ કરી રહી હોવાનુ મારુ માનવુ છે. કોઇની આસ્થાને ઠેંસ ના પહોંચાડવી અલગ બાબત છે અને લોકોની આસ્થા સબંધીત કોઇ અન્યાય કે ગેરદોરવણી તો કારણભુત નથી? તે જોવુ અલગ બાબત છે. શા માટે આપણે ધર્મ,પંથ, માન્યતાઓને લઈને આટલા બધા ડીફેન્સીવ છીએ કે તે અંગે સ્વસ્થ ચર્ચા કરતા પણ ડર લાગે છે ?

Image

હિન્દુ વિચારધારાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે આપણા હાથો કોઇ ઉપરી ધર્માધીકારી દ્વારા બંધાયેલા નથી. સંપુર્ણ સ્વતંત્રતા એ હિન્દુ વિચારધારાની ખુબ છે, તમે મંદીરે પાંચ વાર જાઓ તો પણ ચાલે, ના જાઓ તો પણ ચાલે, બહારથી પસાર થતી વખતે હોર્ન મારી દ્યો તો પણ ચાલે અને એ તો હ્રદયમા છે એમ કહી મનથી પ્રણામ કરી લ્યો તો એ પણ સ્વિકાર. ચારધામ, બાર જ્યોતીલીંગ અને અનેક દેવી દેવતાઓની યાત્રા કરો તો સુંદર નહી તો એ પણ ચાલે, ફરજીયાત કશુંજ નહી ! કશું થોપવામા આવતુ નથી. આ સુંદરતા ના જન્મ પાછળ આ વિચારધારાનુ કુત્રીમ, વ્યક્તિવાદી જન્મસ્થાન ના હોવુ કારણભુત છે. ગંગા-યમુના, સીંધુ ના કિનારે વિકસેલી સંસ્કુતીને પાણી ત્યાંથી મળ્યુ તો તે માતા થઈ, સુર્ય, જમીન, સર્વ પશું-પખીઓમા ઈશ્વર જોવાની ભાવના કારણકે તે તમામ વ્યક્તિનુ જીવન જીવવામા ફાળો આપતા હતા. જીવવા માટે ઈંધણ પુરુ પાડતા હતા માટે તે જીવનદાતા થયા, એટલે કે ઈશ્વર. આ વિચારધારા કોઇએ સ્પષ્ટ સમજાવી, શીખવી કે ફતવાઓ દ્વારા જાહેર નથી કરી. પણ એક સમજની રીતે વર્ષો સુધી લોકોના જન માનસમા ઉતરી. નદીનુ નામ એજ પણ પાણી હંમેશા બદલાયની ફિલોસોફી અંતર્ગતજ આ વિચારધારા ચાલતી રહી, સુપ્રીમ કોર્ટે પણ કહ્યુ કે હીન્દુ એ જીવન જીવવાની એક રીત છે. કહેવાય છે કે એક સમયે જ્યારે હિન્દુ વિચારધારા ખતરામા હતી ત્યારે શંકરાચાર્યનો ઉદભવ થયો અને ચારેય દિશામા મઠની સ્થાપના કરી હિન્દુ વિચારધારાને મરતા બચાવી લીધી, અમુકોનુ કહેવુ છે કે બૌદ્ધ વિચારધારા ભારત પર હાવી થવા મંડી હતી, સમ્રાટ અશોકના બૌદ્ધ બન્યા બાદ આ સીલસીલો ખુબ તીવ્ર હતીએ વધ્યો હતો. જેનાથી શંકરાચાર્યોએ હિન્દુ વિચારધારા મરીના પરવાડે એ માટે મઠોને સ્થાપીત કરી મુળ સંસ્કુતિનો પ્રચાર કર્યો. તેજ શ્રુખંલાના દ્રારીકાપીઠના શંકરાચાર્ય સ્વરુપાનંદ પોતાના વિવાદીત બયાનોથી ખાસ્સા ચર્ચામા રહ્યા કરે છે, તેમની એક છબી જે ઈલેક્ટ્રોનીક મીડીયાએ ચલાવી અને જનમાનસમા પ્રસ્થાપીત થઈ એ ‘ દિગ્વીજયના ગુરુ, પત્રકારને મોદીનો પ્રશ્ન પુછવા પર થપ્પડ મારનાર અને સાંઈબાબાનો વિરોધકરનાર’ ની છે. પત્રકારને થપ્પડ મારવા પાછળ તેનુ ખુબ નજીક આવી જવુ હતુ નહી કે મોદીનો પ્રશ્ન પુછવુ એ પાછળથી ખુલ્લાસો થયો પણ તે કોઇએ ચલાવ્યુ નહી, થપ્પડ એક શંકરાચાર્યે મારવી જોઈએ કે નહી તે અહી અપ્રસ્તુત છે પણ તેના વિરોધ કરનારા સ્વામી સચ્ચીદાનંદને માનનારાઓ પણ છે જેઓ લાયસન્સ રીવોલ્વર રાખે અને તે ચોર આવે તો ફાયર કરે છે. બીજી વીચારધારાઓની જેમ અહી શંકરાચાર્ય એ હિન્દુના સર્વસામાન્ય સર્વોચ્ચ ધર્મગુરુ નથી, અગેઈન એજ આ વિચારધારાની સુંદરતા છે, માઈનસ પોઈન્ટ નહી. શંકરાચાર્યે કહ્યુ કે સાંઈબાબા એ હિન્દુ અવતાર નથી, હિન્દુ ધર્મના તમામ અવતારોમા તે નથીજ, તે તો સત્ય છેજ. સ્વામીનારાયણ પણ નથી, રામક્રુષ્ણ પરમહંસ પણ નથી, આવાજ અનેક નામો નથી જે ભગવાન તરીકે પુજાય છે. અલબત સાંઈ બાબા ને મુકી બાકી તમામ હિન્દુ વિચારધારાને સર્વોપરી માનતા. સાંઈ બાબા અંગે મારી અંગત સમજ ૮ વર્ષ પુર્વ પ્રથમ વાર જ્યારે હુ સ્થાનીક સાંઈબાબાના મંદીરે ગયો ત્યારે બંધાઈ હતી, મે જોયુ કે તે પુજારી ગાળો બોલતો હતો, તેમણે મારા મગજમા ઉઠતા પ્રશ્નોના સોલ્યુશન માટે સાંઈ કથા વાંચવા આપેલી જેમા મને કોઇ ઉંડી વાત મળી નહતી. ઉપર નામ આપ્યા તે તમામ સંતો કે નામોએ પોતાની એક વિચારધારા, સંશોધનો આપ્યા. સ્વામી વિવેકાનંદની ‘અહંમ બ્રહ્માસ્મી’ની વાત, સહજાનંદની શીક્ષાપત્રી કે ભક્તોના આર્થીક હિતો સાચવવા અંગે વિકસેલી પ્રથા, કે રમણ મહર્ષીની ‘સ્વખોજ’ ની વાત, શ્રી અરવિંદોનુ શરીર-સ્વર્ગને જોડતુ આખુ અલગ સંશોધન. સાંઈબાબા તમામ ઈચ્છાઓ પુર્ણ કરે છે તે પર આખી આસ્થા ફેલાઈ છે, જેમા મુખ્યતેતો જનતાજ મહત્વનો રોલ ભજવે છે. આ અંગે એંસી-નેવુના દાયકા બાદ અચાનકજ ખુબ તેજી આવી, જાણે પ્રચાર અભીયાન ચાલ્યુ હોય તેમ, તેના પુસ્તકો, ગીતો, કથાઓ, સીરીયલો, મુવી, તેમના ચમત્કારની વાતો અને વધ્યુ હોય તેમના ‘સત્ય’ અવતારો પણ આવ્યા, જે ‘અસત્ય કરતબો’ પણ કરતા ! શીરડી મંદીરમા કરોડો-અબજોનો ચડાવો ચડે છે, જેને વધુ ને વધુ સરળ બનાવા સંસ્થા વેબસાઈટ પર ક્રેડીટ, ડેબીટ, નેટ બેન્કીગ અને ‘ફાસ્ટ ડૉનેશન’ જેવી સુવીધાઓ પણ પુરી પાડે છે. આ બાબતે વિરપુરનુ જલારામ મંદીરે આદર્શ સ્થાપ્યુ છે, ત્યા એક પણ રુપીયા દાનમા લેવાતો નથી, તેમને સંસ્થા-મેનેજમેન્ટ ચલાવવા જેટલા રુપીયાની જરુરત હતી તે આવી ગયા હોવાની જાહેરાત કરી મંદીર પાસે એક પણ પૈસો ના ચડાવવાની તકતી મારી છે. જો કોઇ રાખવાની કોશીષ કરે તો મંદીરના પુજારી તરત પાછુ પકડાવી દે. મુદો રુપીયો ચડાવવા કે ના ચડાવવા કે કેટલુ ભેગુ થાય છે એ નથી ! મુદો નીયત નો છે. આટલા જબરા દાન બાદ પણ કોઇ મુખ્ય સામાજીક સેવાનો કેમ્પેઈન ચલાવાતો હોય તેવુ ધ્યાનમા નથી પણ ફિક્સ ડીપોઝીટમા અબજો રખાયાની વીગતો છે. ખેર, બીજી તરફ શંકરાચાર્યે હિન્દુ ધર્મના આંતરીક દુષણૉ વિશે પણ પ્રતીભાવો આપી તેમના અંગે કેમ્પેઈન ચલાવવુ જોઇએ, નીર્મલબાબા થી લઈ પીળી-ધોળી-લાલ કીતાબ લઈને જાદુગરી ડ્રેસ પહેરી ફરતા અને હિન્દુઓના આધ્ય અને એક સર્વેનુ માનીયે તો સૌથી વધુ મંદીરો જેના છે એ હનુમાનજીના નામે રોજ ‘યંત્ર અને લોકેટ’ વેંચતા (આ લગાતાર પ્રચાર કરતી જાહેરાતોમા અનુપ જલોટા, અનુરાધા પોડવાર અને મનોજ કુમાર જેવા લોકોને જોઇ દુખ થયુ, તેમના અંગેનુ માન ભારોભાર ઓછુ થઈ ગયુ) લોકો વિરુદ્ધ પણ પ્રશ્નો ઉઠવા જોઇએ. કચરો ઘરથી બહારજ વાળી શકાય, બહારથી અંદર નહી. Image