એફડીઆઈ – ‘ભારત બંધ’ થઈ શકશે, વીશ્વબંધ નહી થઈ શકે ! ગો ગ્લોબલ.

એફડીઆઈ (ફોરેન ડાયેરેક્ટ ઈન્વેસમેન્ટ)ના રીટેલ ક્ષેત્રે ૫૧% સાથે આગમન મુદે એટ્લો હોબાળો થયો કે ભારત બંધનુ એલાન થઈ ચુકયુ છે, મમતા સમર્થન પાછુ લઈ ચુકી છે, કોન્ગ્રેસ અને એકાદ પાર્ટીને મુકી કોઇ એફડીઆઈનુ સમર્થન કરવા આગળ નથી આવતુ, કોન્ગ્રેસ આટલી એકલી આની પહેલા અમેરીકા સાથે સંધી વખતે થયેલી, પણ આ વખતે માહોલ અલગ છે,એક પછી એક કૌભાંડોની હારમાળા, વધતી મોંઘવારી, ડીઝલ-સીલીન્ડર, અસમર્થ પગલાઓ, ‘ચુટકીઓ’ લેતા મંત્રીઓ, આમતો આટલુ ઘણુ હતુ જનતાને કોન્ગસ માટે અણગમો જગાવા માટે, અને એમા અન્ના-રામદેવ એ પહેલાજ એન્ટી કોન્ગ્રેસ માહોલ બનાવાની કોશીષ,જેને મમતા એ ઈંધણ પુરુ પાડ્યુ છે. અને જાણકારોના મતે કોન્ગ્રેસ એક ડુબતા જહાજથી વધુ હવે કશુ નથી. પણ આ વચ્ચે જે એફડીઆઈ મુદે ચર્ચાઓ જાગી એ રસપ્રદ છે.મરતા ક્યા નહી કરતા જેમ મનમોહન રાતોરાત સીંઘમ બનવા પર કેમ તુલ્યા છે? લાગે છે કે તેઓ એક તીરે ઘણા બધા શીકાર કરવા માંગે છે.

૨૦૧૧મા જ્યારે એફડીઆઈની ચર્ચા જોરશોરમા શરુ થયેલી ત્યારે પણ મે સમર્થનમા જુકાવ્યુ હતુ, આ વખતે પણ જુકાવુ છુ. જે વાતો ન્યુઝ ચેનલો, ‘તથાકથીત દેશપ્રેમીઓ’ ઢોલનગારા સાથે આપણને સંભળાવે છે એ શું ખરેખર સત્ય છે? શુ એફડીઆઈથી દેશને નુકશાન છે? આખા ચીત્રને જોવાની જરુર છે, દરેક નીર્ણયની સારી-નરસી બન્ને અસર હોય તેમ આમા પણ છેજ, પણ પોઝીટીવ બાજુ ગ્રાફ વધુ ખેંચાય છે, ઘણા બધા મીત્રોએ લખ્યુ કે આનાથી વધુ ઈસ્ટ ઈન્ડીયા કંપનીઓ આવશે, દેશને વધુ એક વાર ગુલામ બનાવશે એન્ડ બ્લા..બ્લા.. નોટ પોસીબલ. જો ભારત નો કોઇ ઉધોગપતી વીદેશ જઈ ત્યાની કંપની ખરીદે, ત્યા વેપાર કરે તો ‘ભારત નો ડંકો’ વગાડે છે, પણ વીદેશની કોઇ કંપની અહી આવે તો ‘ભારત ને લુંટે છે? ગુલામ બનાવે છે? મારુ એ મારુ, તારુ મારુ સહીયારુ? અમેર્રીકાના માર્ટોમા પણ મેઈડ ઈન ઈન્ડીયા કપડાઓ મળે છે, જેમ એક વાર બલાત્કાર થયા પછી કોઇ સ્ત્રીને પુરુષજાત પ્રત્યે નફરત થઈ જાય એમ ઈસ્ટ ઈન્ડીયા કંપનીના અનુભવથી ભારત સાથે થયુ છે, દરેક વીદેશી કંપની (હવે,વીશ્વનો સૌથી મોટો સ્વતત્રં લોકશાહી દેશ હોવા છતા) દુશ્મન લાગે છે, હા, એ કંઈ સેવાર્થે આવતી ભગીની સંસ્થાઓ નથીજ, એનો પણ સ્વાર્થ છેજ, પણ એના સ્વાર્થ થકી આપણો પણ લાભ સધાવાની વાત છે, આમા મહ્તમ નુકશાન કરીયાણાવાળાઓ ને થશે એવુ કહેવાય છે, હવે અત્યારે લોકલ કરીયાણા વાળાઓની સ્થીતી શુ છે? હરીફાઈના અભાવે ઈમાનદારીની અછત વર્તાય છે, દરેક જગ્યાએ અલગ ભાવ હોય અને ક્વોલીટી અલગ, મનફાવે તેમ ભાવ વસુલાય અને ગુણવતા ભુલાય. આપણા સહુને આનો અનુભવ હશેજ.

વીદેશી રોકાણથી લોકલ કરીયાણા વાળાઓને નુકશાન થાશે એ ગણતરી મને નથી સમજાતી, સૌથી પ્રથમ તો આવા કોઇ પણ (જેમ કે વોલ માર્ટ) કંપની એ ૧૦ લાખથી વધુ સંખ્યા ધરાવતા શહેરમા્જ પોતના માર્ટ ખોલી શકશે, (જેમા ગાંધીધામ તો શુ કચ્છનુ કોઈ સીટી નથી આવતુ) એટલેકે અમદાવાદ જેવા આખા ભારતમા મળી માત્ર ૫૩ મોટા શહેરો જ્યા ઓલરેડી દેશી બિગ બાઝારો અને માર્ટસ ઓપન છે, એટલે જે મૌલમાથી ખરીદી કરે છે તે ત્યાથીજ લેવાના એટ્લે જંગ મૌલ્સ વચ્ચે,માર્ટ્સ વચ્ચેજ છે, બાકી સામાન્ય કર્માચારી કે જ્યા ત્યાં દસ-પંદર હજાર કમાતૉ મધ્યમ વર્ગ (કે નીમ્ન મધ્યમ વર્ગ?) એ પોતાની શેરીના કરીયાણા વાળાને ત્યાજ જવાનો છે, કારણકે (એક સર્વે મુજબ) તે નજીક છે, તે મહીનાનુ ભેગુ લે છે અને તે ક્યારેક ઉધાર પણ રાખે છે,મહીનાનુ પછી બીંલીગ કરે છે, પેલુ અમેરીકા વાળુ કોઇ માર્ટ શાંતા કે કાંતાબેન ને ક્રેડીટ નહી આપે ! અને રોજગારી વધે હરીફાઈ થાય એનો લાભ કોને મળશે? સામાન્ય જનતા ને! નીયમો મુજબ વીદેશથી આવતી દરેક કંપનીને મોટો જથ્થોનો માલ દેશમાંથી ખરીદવાનો છે અને એજે ઈન્વેસમેન્ટ આવશે એનાથી આપડી ફોરેન કરન્સી રીસર્વ વધશે, નવી નોકરીની તકો આવશે, અને એ લોકો જે કમાશે (હા કમાસે પણ આપણા નુકશાનથી નહી) એ તમામ એને પોતાના દેશમા લઈ જવા નહી મળે.એમાનુ અમુક અહીજ ઈન્વેસ્ટ કરવુ પડ્શે. અત્યારે ખેડુતો જેટ્લો અનાજ ઉપજાવે છે, તેનુ ૪૦ % વેસ્ટ થઈ જાય છે, યોગ્ય ટ્રાન્સ્પોટેશન, અને ગોદામોના અભાવે ! છેલ્લે ઉંદરો દ્વારાજ ખવાઈ ગયેલા અનાજનો આંકડો આવેલો તે ચોંકાવનારો હતો, જેમા એફડીઆઈના કારણે ફાયદો થશે અને આ નુકશાન થતુ બચશે, ઉપરાંત ખેડુતો ને અત્યારે બજારભાવભા હીસ્સેદારી ખુબ ઓછી મળે છે, જે વધશે, ઉદા. રુપે ટમેટાની બજારમા જે કીંમતે વેંચાય છે એના ૩૦%જ ખેડુતોને મળે છે, બાકીના વચેટીયાઓ ખાટી જાય છે, એફડીઆઈ સીધો ખેડુતનો સંપર્ક કરશે, ક્વોલોટીવાળૂ અનાજ પેદા કરવા વૈજ્ઞાનીક પદ્ધતીઓ થકી માર્ગદર્શન પણ પુરુ પાડશે, અને કોઇ વચેટીયો વચ્ચમા ના હોવાથી ખેડુતને વેંચાણકીંમતમા શેરીંગ ૫૦ થી ૭૦ % થશે, ખેડુતોના હાથમા રુપીઓ આવશે, એવો મુદો પણ ઉપડેલો કે વોલમાર્ટ સસ્તોમાલ વેંચવા વીશ્વમા ગમે ત્યાથી ખરીદી કરી શકે તો આપણો ખેડુત ક્યા જશે? પણ એ તાર્કીક દ્રષ્ટીકોણથી શક્ય નથી, શાકભાજી, ફળ-ફ્રુટ અને અન્ય દાળ કે એવુજ ખાધાન સામાગ્રી એ ચાઈનાથી ના લાવી શકે ! તો તો એનુ ટ્રાન્સ્પોટ્શન ભારી પડી જાય, એને લોકલ ખેડુતો પાસેથીજ ખરીદી કરવી પડશે અને કંપનીઓ જે કંઈ કમાણી વીદેશી કંપનીઓ અહી કરશે, તેનુ ૩૦% અહીજ તેમણે નાખવુ પડશે, ઈન્ફ્રસ્ટ્કચર બનાવુ પડશે, સરકાર અલગ-અલગ ટેક્ષ સીસ્ટમ થકી અબજો રુપીયા આ કંપનીઓ થકી મેળવશે. અને ૪૦ લાખ પ્રત્યક્ષ અને તેટલીજ લોજીસ્ટીક, વીતરણ વ્યવસ્થા, લેબર કોન્ટ્રેકસ, હાઉસ કીપીક,અને અન્ય ક્ષેત્રે પરોક્ષ રોજગારીઓ ઉભી થશે. અને એક અંદાજા મુજબ એફ્ડીઆઈ એમ્પ્લીમેન્ટથી રસોઈ બકેટ ખર્ચમા સીધો ૫ થી ૧૦ ટકાનો ઘટાડો થશે, ઉપરાંત એ ઘટેલા ભાવોમા અત્યારથી પણ ઉતમ ક્વોલીટી મળશે, આ ફેરફારો માર્કેટમા ચહલપેદા કરી હરીફાઈ વધારશે જેના કારણે હરીફાઈયુકત બજાર થશે, ચોઈસ કરવા વસ્તુઓ વધશે, પાર્દ્શીતા વધશે, અત્યારે ભારતનુ રેટેલ માર્કેટ અંદાજે ૪૫૦ અબજ ડો. નુ છે, જે આગામી દસ વર્ષમા વધી ને ૮૫૦ અબજ ડો.નુ થાવાનુ છે, એટ્લે કે સ્કોપ વાઈડ છે, નાના સપ્લાયર્સ તેની પ્રોડકટ્સ ને રાષ્ટીય કક્ષાનુ પ્લેટફોર્મ મળશે,જે આની પહેલા વ્યવસ્થીત ઢાંચાના અભાવે નહતુ મળતુ. આની પહેલા રાજીવ ગાંધી જ્યારે કોમ્પ્યુટર લાવેલા ત્યારે આવીજ ચર્ચા ઉપડેલી, ‘કોમ્પ્યુટર લાખો લોકોની રોજગારી ખાઈ જાશે, એક કોમ્પ્યુટર ૧૦૦ લોકોની નોકરી તબાહ કરશે..વગેરે..વગેરે..”, ટેલીકોમ ક્ષેત્રે જ્યારે મોટા ફેરફાર થયા, આપણે ગ્લોબલ થયા ત્યારે આવીજ ચર્ચા, ૯૧ના ઉદારીકરણ વખતે પણ આવીજ ચર્ચા, પરીણામો સામે છે, ગો ગ્લોબલ.

આ એક પરીવર્તનકારી પગલુ છે, જે આપણે આજ નહી તો કાલ ભરવુજ પડશે, આખુ વીશ્વ ગ્લોબલ વીલેજ બને છે ત્યારે ખાબોચીયામા રહેવુ આપણને પાલવે તેમ નથી.